બંધ

    ઇતિહાસ

    વર્ષ 2007 માં, અગાઉના સુરત જીલ્લાથી અલગ થયેલા કેટલાક તાલુકાઓના સંકલન થકી તાપી જીલ્લાની રચના કરવામાં આવી હતી. વ્યારા તાપી જીલ્લાનુ મુખ્ય મથક છે, જેમાં સાત તાલુકાઓ – વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા અને નિઝર સામેલ છે.

    તાજેતરમાં 2007 માં 27 મી સપ્ટેમ્બર, સુરત જીલ્લાના વિભાજનના પરિણામે, બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા: સુરત અને તાપી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક બન્યુ અને સુરત સુરત જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. તાપીનું સ્થાન દક્ષિણ ગુજરાતમાં છે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સાથે તેની સરહદો જોડાયેલ છે. વ્યારા, સોનગઢ, વાલોડ,ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, નિઝર તાપીના સાત તાલુકા તરીકે સૂચિબદ્ધ છે. વડોદરા રાજ્યના ગાદીપતિ સયાજીરાવ ગાયકવાડે વ્યારા નગર (હાલ તાપી જિલ્લાના મુખ્યમથક) પર શાસન કર્યું. અહી મુખ્યત્વે ચૌધરી, પટેલ, ગામિત, શાહ, દેસાઈ, પંચોલી, પંચાલ, રાણા, બ્રાહ્મણ જાતિના લોકો વસવાટ કરે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી (૨૦૦૪ માં મૃત્યુ પામ્યા) નો જન્મ તાપી જીલ્લામા થયો હતો. તાપી જીલ્લામાં ગાઢ વાંસ સાથે ગાઢ જંગલો છે. પર્યટનના સ્થળોમાં સોનગઢનો કિલ્લો, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવાડા ડેમ, તાપી નદી, ઉકાઈ ડેમ તથા ગૌમુખનો સમાવેશ થાય છે. સુરેશ જોશી (લેખક) તાપી જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પૈકી એક છે.